ફક્ત ૨ રૂપિયા માં ટિફિન સેવા
ગોધરા શહેરમાં છેલ્લા ૨૧ વર્ષ થી શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ માનવ સેવાકીય પ્રવુતિ ચલાવે છે. દર રોજના ૪૫૦ થી ૫૦૦ ટિફિન ગરીબ, નિરાધાર, વિધવા, અશક્ત, વૃદ્ધ, નિસહાય લોકોને તથા સરકારી, અર્ધસરકારી દવાખાનામાં દાખલ થતા દર્દીને દર રોજ ભોજન પૂરું પાડવામાં આવે છે.
સંશ્થાની પ્રવૃત્તિનો વ્યાપ ખુબજ વધતો જાય છે. તો આપશ્રીને અન્નદાન માટે ટ્રસ્ટીમંડળ પ્રાર્થના કરે છે કે આપણા આપેલા દાનનો ખુબજ સદુપયોગ થશે અને જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવશે.
માનવ કલ્યાણની ઉત્તમ પ્રવુતિમાં આપ સહભાગી બની આભારી કરશોજી. આપનુ આપેલું દાન incometax રીટર્ન માં ૫૦% રીબેટે મળશે.
સંસ્થાની માનવતાવાદી પ્રવુતિઓ
શ્રી અન્નપૂર્ણા ભવનમાં સામાજિક-ધાર્મિક તથા આધ્યાત્મિક પુસ્તકોનું એક અનોખું પુસ્તકાલય ચલાવાય છે. તમારી પાસે આવા પુસ્તકો પડ્યા હોય તો અહીં સ્વીકારાય છે.
શ્રી અન્નપૂર્ણા ભવન ખાતે નનામી સેવાઓ ઉપલબ્ધ છે.
શ્રી અન્નપૂર્ણા ભવન ખાતે આયુર્વેદિક કેમ્પ, દંતયજ્ઞ, હેલ્થકૅરૅ, સર્વરોગ નિદાન કેમ્પ, જયપુર ફ્રૂઇટ કેમ્પ, પ્લાસ્ટિક સર્જરી કેમ્પ જેવા વિવિધ કેમ્પોનું આયોજન અવાર નવાર કરવામાં આવે છે.
બીમાર / અકસ્માત પામેલ દર્દી માટે વ્હીલ ચેર એર બેડ, ઓક્સિજન સિલિન્ડર, ચાલવા માટે ની ઘોડી, પાન વોકિંગ સ્ટિક તથા અન્ય મેડિકલ સાધનો રાહત દરના ભાડે ઉપલબ્ધ છે.
દાન માટેની જોગવાઈ
(૧) શ્રી અન્નપૂર્ણા દૈનિક ભોજન માત્ર વ્યાજમાંથી દર વર્ષે એક દિવસ
તિથિદાન – જન્મતિથિ, લગ્ન તિથિ માટે ( મીઠાઈ સાથે ) – ૬૫૦૦૦ /-
તિથિદાન – જન્મતિથિ, લગ્ન તિથિ માટે ( મીઠાઈ વગર ) – ૫૦૦૦૦ /-
(૨) શ્રી અન્નપૂર્ણા દૈનિક ભોજન મીષ્ટન સાથે – ૧૨૦૦૦ /-
(૩) શ્રી અન્નપૂર્ણા દૈનિક ભોજન મીષ્ટન વગર – ૧૦૦૦૦ /-
(૪) શ્રી અન્નપૂર્ણા એક વ્યક્તિનું માસિક ભોજન ( રૂ ૨ /- મુજબ ) – ૬૦ /-
(૫) શ્રી અન્નપૂર્ણા એક વ્યક્તિનું વાર્ષિક ભોજન ( રૂ ૨ /- મુજબ ) – ૭૨૦ /-
(૬) શ્રી આજીવન માત્ર એક નિશ્ચિત તારીખ શાકભાજી ની સેવા (માસિક) – ૨૦૦ /-
(૭) સંસ્થાના શુભેચ્છક આજીવન સભ્ય બનવા સભ્ય ફી – ૧૧૦૦૦ /-
શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ ગોધરા દ્વારા અપાતી રસોઈ ની વિગત
સોમવાર : રોટલી, દાળ, ભાત, શાક
મંગળવાર : રોટલી, કઢી, ભાત, શાક
બુધવાર : રોટલી, મગ, ભાત, શાક
ગુરુવાર : મિષ્ટાન, પુરી, દાળ, ભાત, શાક
શુક્રવાર : રોટલી, ચણા, ભાત, શાક
શનિવાર : દાળઢોકળી, ભાત, શાક
રવિવાર : ફરસાણ, ખીચડી, શાક, રોટલી